મા પાવા તે ગઢથી ઉતર્યા¶
મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાલી રે
વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે
મા ચાપા તેને ના ચાર ચૌટા, મહાકાલી રે
સોનીડે માંડ્યા હાથ, પાવાગઢ વાળી રે,
મા સોનીડો લાવે રૂડાં જુમખાં, મહાકાળી રે
મારી અંબે માને કાજ, પાવાગઢ વાળી રે
મા પાવા તે ગઢથી
મા માળીડો આવે મલપતો, મા કાલી રે
એ લાવે ગજરાની જોડ, પાવાગઢ વાળી રે
મા પાવા તે ગઢથી
મા કુંભારી આવે મલપતો, મા કાલી રે
એ લાવે ગરબાની જોડ, પાવાગઢ વાળી રે
મા પાવા તે ગઢથી
મા સુથારી આવે મલપતો, મા કાલી રે
એ લાવે બાજોઠની જોડ, પાવાગઢ વાળી રે
મા પાવા તે ગઢથી