ઝુલે ઝુલે ગબ્બરની માય¶
ઝુલે ઝુલે ગબ્બરની માય, અંબા ઝુલે છે
માને ઝુલે ઝુલવાની હોંશ ઘણી
ભક્તો ઝુલાવે ખમ્મા, મા ખમ્મા ઘણી
ભક્તો ઝુલાવે, મા ખુશ થાય, અંબા ઝુલે છે
ઝુલે ઝુલે ગબ્બરની માય, અંબા ઝુલે છે
માને દરવાજે નોબત ગડગડે છે
વળી શરણાઇનાં સૂર સાથે મળે
રસ મસ્તાનમાં સૂર સંભળાય, અંબા ઝુલે છે
મા તો ચાલે ત્યાં કુમકુમનાં પગલા પડે
અંબા બોલે ત્યાં મુખડેથી ફુલડાં ઝરે
વરસે વરસે કુમકુમનો વરસાદ, અંબા ઝુલે છે
આજ શોભા Charlotteની નવલી બની
આવો ગાવો સૌ ભક્તજનો સાથે મળી
ગરબો ગાયો, ગવરાવે મસ્તાન, અંબા ઝુલે છે