આબુને રસ્તે બંગલા ચણાય છે¶
આબુને રસ્તે બંગલા ચણાય છે બબ્બે ઘડી
આજ મારી અંબે મા ગરબે રમી
ગરબે રમી ગુલાલે રમી
આજ નવદુર્ગા ગરબે રમી
આજ તો રમવા સટ પર થઈ
ને ગરબે ઘુમવા ઝટ પર થઈ
પાવાગઢને રસ્તે બંગલા ચણાય છે બબ્બે ઘડી
આજ મારી બહુચર મા રંગે રમી
રંગે રમી ગુલાલે રમી
આજ મારી કાળકા મા રંગે રમી
રહી છે લડી રે આજ રહી છે લડી
આજ મારી કાળકા મા રહી છે લડી
આજ તો રમવા સટ પર થઈ
ને ગરબે ઘુમવા ઝટ પર થઈ
શંખલપુરને રસ્તે બંગલા ચણાય છે બબ્બે ઘડી
આજ મારી કાળકા મા ગરબે રમી
આજ તો રમવા સટ પર થઈ
ને ગરબે ઘુમવા ઝટ પર થઈ
રંગે રમી ગુલાલે રમી
આજ નવદુર્ગા રંગે રમી