સાચી રે મારી સત રે ભવાની મા¶
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ નવ નવ રાતના નોરતાં કરીશ મા, પૂજાઓ કરીશ મા વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
અંબાની ડાળે મા પારણાં બંધાવો મા હાલરડાં ગવરાવો મા પારણિયે પોઢે નાના બાળ મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
આજે રે આજે મા લવીંગ સોપારી માં પાન સોપારી માં આજે રે કેવડીયાળા પાન મૈયા લાલ સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા