માનો ગરબો રે¶
માનો ગરબો રે, રમે રાજને દરબાર
હે રમતો ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર..
અલી સુથારી ની નાર, તુ તો સુતી હોય તો જાગ
કે માને ગરબે રે રૂડા બાજોઠીયા મેલાવ,,
માનો ગરબો....
માનો ગરબો રે, રમે રાજને દરબાર
હે રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
અલી કુંભારી નાર, તુ તો સુતી હોય તો જાગ..
કે માને ગરબે રે રૂડાં કોડિયા મેલાવ..
માનો ગરબો રે...
માનો ગરબો રે, રમે રાજને દરબાર..
કે રમતો ભમતો રે આવ્યો કાંચિડાની દ્વાર
અલી ઘાંચી dani નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં દિવેલીયા પુરાવ....
માનો ગરબો...