ચોખલિયાળી ચુંદડી¶
ચોખલિયાળી ચુંદડીમાં, ગરબે રમવા આવો ને
રસ રઢિયાળી રાતડીમાં, ગરબે રમવા આવો ને
ચૌરે ને ચૌટે માના કંકુડાં વેરાય છે
અંનતનો આ ગરબો લઇને આવી અંબે માત રે
ચોખલિયાળી ચુંદડીમાં, ગરબે રમવા આવો ને
રસ રઢિયાળી રાતડીમાં, ગરબે રમવા આવો ને
ગગન ગોખમાં ગરબો ઘુમે, તારલિયું રઢીયાળ રે
તાળીઓનાં તાલે અંબા, રૂમઝુમ રમવા આવો ને
ચોખલિયાળી ચુંદડીમાં, ગરબે રમવા આવો ને
રસ રઢિયાળી રાતડીમાં, ગરબે રમવા આવો ને
સોળે શણગાર સોહે, માડીમાં મન મોહ્યું રે
સંગે શોભે નાથ સુધાકર, પૂનમ કેરી રાત રે
ચોખલિયાળી ચુંદડીમાં, ગરબે રમવા આવો ને
રસ રઢિયાળી રાતડીમાં, ગરબે રમવા આવો ને
ગરબે ઘૂમતી ગોરી કેરા, લેહરણીયા લેહરાય રે
તાળી કેરા તાલે માડી, ગરબે રમવા આવો ને
ચોખલિયાળી ચુંદડીમાં, ગરબે રમવા આવો ને
રસ રઢિયાળી રાતડીમાં, ગરબે રમવા આવો ને