કુમકુમ પગલે રે¶
હો... મા... હો... મા... હો... મા... હો... મા...
કુમકુમ પગલે રે, માડી આવો ને, રમવા આવો ને

કુમકુમ પગલે રે, ચાચર ચોકે રે, રમવા આવો ને
હો... મા... હો... મા... હો... મા... હો... મા...
સોના ઈંઢોળે રતન જડ્યા છે
સાચા મોતીનાં તોરણ મઢ્યા છે
આવો માડી ગરબે ઘુમવા સરખી સૈયર સાથે
માથે ગરબો લઈ, રમજો તાળી દઈ, માડી આવો ને