Skip to content

સરોવર ઝીલવા ને ગઈ 'તી

સરોવર ઝીલવા ને ગઈ 'તી... સજન વા
સામે સરોવર કાળુડો નાગ રે...

સરોવર ઝીલવા ને ગઈ 'તી... સજન વા
સામે સરોવર કાળુડો નાગ રે...

એના રંગે હું રંગાણી
એની પ્રિતડીએ બંધાણી...

એના લોચનીયે લોભાણી
એની આંખોમાં સમાણી

હો.. હો.. હો.. હો..

સરોવર ઝીલવા ને ગઈ 'તી... સજન વા
સામે સરોવર કાળુડો નાગ રે...

તેજમાં દેહ કાંઈ ચમકે સજન વા
નૈનમાં નીલમ ની જ્યોત રે

હો મારું કાળજડું વિંધાણું
મારૂ મનડું આજ મુંજાણુ

મારુ અંગ આ ભીંજાણું
તારા રંગે એ રંગાણું

હો.. હો.. હો.. હો..

સરોવર ઝીલવા ને ગઈ 'તી... સજન વા
સામે સરોવર કાળુડો નાગ રે...