Skip to content

રૂમઝુમ...આવો રણકાર

રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ
રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ

આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ

ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો
રણઝણતી ઘુઘરીનો ઘેરો ઘમકાર, ઘેરો ઘમકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર

ચાચરમાં જાગતો ને ગબ્બરમાં જાગતો
દિવ્ય દૈવી તેજનો જ્યોતિ ઝબકાર, જ્યોતિ ઝબકાર
આવો ઝબકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર

દર્શનમાં મસ્ત આજ મા નો કલાપી કરે
કલરવ કરતાલમાં માનો ટહુકાર, માનો ટહુકાર
આવો ટહુકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર

આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર