ખેલ ખેલ રે ભવાની મા¶
ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા
હે જય જય અંબે મા, મારી જય જય અંબે મા
... ખેલ ખેલ રે
માને સુથારી બહુ વ્હાલા, માને સુથારી બહુ વ્હાલા
માનાં બાજોઠ લઇ આવે, મા જય જય અંબે મા
... ખેલ ખેલ રે
માને કુંભારી બહુ વ્હાલા, માને કુંભારી બહુ વ્હાલા
માનાં ગરબા લઇ આવે, મા જય જય અંબે મા
... ખેલ ખેલ રે
માને માળીડાં બહુ વ્હાલા, માને માળીડાં બહુ વ્હાલા
માનાં ગજરા લઇ આવે, મા જય જય અંબે મા
... ખેલ ખેલ રે
માને સોનીડાં બહુ વ્હાલા, માને સોનીડાં બહુ વ્હાલા
માની ઝાંઝરી લઇ આવે, મા જય જય અંબે મા
... ખેલ ખેલ રે