Skip to content

તારા નામની ચુંદડી ઓઢી

તારા નામની ચુંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે...

તારા નામની ચુંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે...

કોઇ કહે રાધા, કોઇ કહે મીરા
કાન્હા સંગ નામ જોડે છે...

તારા નામની ચુંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે...

રાહ જોઇ બેઠી... જમનાને કાંઠે
બંધાણી જાણે પ્રેમની ગાંઠે

બંધાણી જાણે પ્રેમની ગાંઠે
બેઠી યમુના કાંઠે

વનરાવનનાં હર પથ્થર પર
જઇને માથા પટકે છે...

તારા નામની ચુંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે...

કુંજ ગલીમાં બાવરી થઇને
પુછે હર ઘર ઘરમાં જઇને

પુછે ઘર ઘરમાં જઇને
બાવરી થઇ ને

મથુરા શહેરનાં હર એક ઘરમાં
માખણ મટકી લટકે છે...

તારા નામની ચુંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે...

બાંકે બિહારી બંસી રે ધારી
ક્યાં રે ગયો મુને કરીને નોધારી

ક્યાં ગયો કરીને નોધારી
બંસી રે ધારી

પૂરા થશે ક્યારે મનનાં ઓરતા
કાળજામાં ખટકે છે

તારા નામની ચુંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે...