ઉંચા ઉંચા રે મારી માડીનાં ધામ¶
ઉંચા ઉંચા રે મારી માડીનાં ધામ છે
ઉંચા ઉંચા રે મારી અંબેમાનાં ધામ રે
માડીનાં નામ મારી માડીનાં ધામ રે
ઉંચા ઉંચા રે મારી માડીનાં ધામ રે
ઉંચા હિમાલય ઉંચા દેવાલય
હો એથી ઉંચા રે મારી માડી મુકામ રે
માડી મુકામ રે (૨)
ઉંચા ઉંચા રે મારી માડીનાં ધામ રે
સપ્ત સમુંદર સપ્ત પાતાળ છે
હો ચૌદે બ્રહ્માંડે મારી માડીનો વાસ રે
અંબાનો વાસ રે, બહુચરનો વાસ રે
ઉંચા ઉંચા રે મારી માડીનાં ધામ રે