ધારા નગરથી¶
ધારા નગરથી ઉતર્યા રે, અંબે કાળી રે
ધારા નગરથી ઉતર્યા રે, અંબે કાળી રે
મારે તો માતાનો આધાર, હો અંબે મૈયા કાળી, હો પાવાગઢવાળી રે...
ધારા નગરથી ઉતર્યા રે, અંબે કાળી રે
માથામાં મુગટ શોભતા રે, અંબે કાળી રે
મારે તો માતાનો આધાર, હો અંબે મૈયા કાળી, હો પાવાગઢવાળી રે...
ધારા નગરથી ઉતર્યા રે, અંબે કાળી રે
કાનોમાં ઝાલજ શોભતા રે, અંબે કાળી રે
મારે તો માતાનો આધાર, હો અંબે મૈયા કાળી, હો પાવાગઢવાળી રે...
ધારા નગરથી ઉતર્યા રે, અંબે કાળી રે
હાથોમાં કડલાં શોભતા રે, અંબે કાળી રે