હાં રે મા આરાસુરથી આવ્યા¶
હાં રે મા આરાસુરથી આવ્યા (2)
હે આવ્યા મારે આંગણે મા ખમ્મા ખમ્મા (2)
હાં રે મા આરાસુરથી આવ્યા (2)
સુર તેજ માને નેણલે ચમકે, ચંદાની શીળી છાયા છલકે(2)
નવલખ તારાના મોતી માની વાણીથી ઝરે (2)
હે આવ્યા મારે આંગણે મા ખમ્મા ખમ્મા
તાળી દઈ માડી ફરે ગોળ ફુદડી
વાયરે ઉડે એની લાલ ચટાક ચુંદડી (2)
ઝગમગ જ્યોતિની સેર, સોના દિવડીએ સેજ (2)
હે આવ્યા મારે આંગણે મા ખમ્મા ખમ્મા (2)
હાં રે મા આરાસુરથી આવ્યા (2)