ઝીણી ઝીણી¶
ઝીણી ઝીણી ઝીણી ઝીણી, માની ઝાઝરીઓ રણઝણે
મીઠાં મીઠાં સૂર એનાં કાને સંભળાય
જનન જનન માની ઝાંઝરીઓ રણઝણે
મીઠાં મીઠાં સૂર એનાં કાને સંભળાય
ઝીણી ઝીણી ઝીણી ઝીણી, માની ઝાઝરીઓ રણઝણે
આવી છે આસોની રઢીયાળી રાતડી
ચમકે છે તારલીયા આભલાંથી મા
આશીષ વરસાવતી, મા દુઃખડાં હરતી
વચમાં અંબેમા કેવા સોહાય
ઝીણી ઝીણી ઝીણી ઝીણી, માની ઝાઝરીઓ રણઝણે