મોતી વેરાણાં ચોકમાં¶
ઓ રાજ, આઠ કુવા ને નવ પાવઠાં રે,
હે મારો પાળ પર લપ્સ્યો પગ રાજ,
હો રાજ, મોતી વેરાણા ચોકમાં રે
હે મારે સસરો સલુણો છે રાજીયો,
હે મારી સાસુડી સમંદર લેહ,
હો રાજ, મોતી વેરાણા ચોકમાં રે
હે મારો જેઠ તે અષાઢીનો મેહુલો રે,
હે મારી જેઠાણી વાદળ વીજ રાજ,
હો રાજ, મોતી વેરાણા ચોકમાં રે
હે મારો દે'ર વાડી માંયનો વાંદરો રે
હે મારી દેરાણી વગડાની વેલ રાજ,
હો રાજ, મોતી વેરાણા ચોકમાં રે
હે મારો,..પિયુજી કળાયેલ મોરલો રે,
હે હું તો ઢળકતી રે ઢેલ રાજ
હો રાજ, મોતી વેરાણા ચોકમાં રે