પંખીડા તું ઉડી જાજે પાવાગઢ¶
પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા.. ઓ પંખીડા, પંખીડા.. ઓ પંખીડા
ઓલ્યા ગામના સુથારી વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા.. ઓ પંખીડા, પંખીડા.. ઓ પંખીડા
ઓલ્યા ગામના કુંભારી વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા.. ઓ પંખીડા, પંખીડા.. ઓ પંખીડા
ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા.. ઓ પંખીડા, પંખીડા.. ઓ પંખીડા
ઓલ્યા ગામના ગાંધીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા.. ઓ પંખીડા, પંખીડા.. ઓ પંખીડા
ઓલ્યા ગામના માળીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા.. ઓ પંખીડા, પંખીડા.. ઓ પંખીડા