Skip to content

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
ના કોઈને કહેવાય... હાય હાય !
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,
મારાં હૈયામાં કૈં કૈં થાય...
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

હો રે... હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર,
હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે... ઓ રે, તારું ચંદંન સરીખું શરીર,
ઓયે હોયે હોયે હોયે નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,
ઈ તો અડતા કરમાય... હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓ... મારે નેણ લજ્જા લહેરે છે...
લહેરે છે, લહેરે છે, મારે નેણ લહેરે છે...
હો... તારા રૂપની ભીનાશ
તને ઘેરે છે... ઘેરે છે ગોરી, ઘેરે છે...
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,
મંન મરવાનું થાય... હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

હાય રે... હાય રે, ઓલી વીજળી કરે ચમકાર,
હાય હાય હાય વારંવાર... વારંવાર.
ઓ રે... ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે તાર,
હોયે હોયે હોયે હોયે નમણી નાર... નમણી નાર.
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય,
ના ના રે બુઝાય... હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય