કુકડા તારી બોલી (Alt)¶
બહુચરમાનાં ડેરા પાછળ કૂકડે કૂક બોલે ....ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
ગઢશીશા ચોકમાં મસ્ત મસ્ત ડોલે રે, ....ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
ભક્ષ તારો કરવા કાજે મોગલ સૈન્ય બોલે ....ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
ભક્તોનું તું રક્ષણ કરતી માતા બિરદાળી તારા શરણે આવે એના પાપો નાખે બાળી ....ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
બહુચરમાનાં ડેરા પાછળ કૂકડે કૂક બોલે ....ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે