કુંજ બિહારી પિતાંબરધારી¶
કુંજ બિહારી પિતાંબરધારી મારો મારગડો રોકે ગિરધારી રે
વ્હાલમીયાને કહેજો તમે જીત્યા ને હું હારી રે
કાલીન્દીને તીરે ગોપ ગોવાલણી
રાસ રમાડે, રાસ રમાડે, ગિરધારી રે
મારગ રોકીને કાનજીએ મારી
નવરંગ ચુંદડી, નવરંગ ચુંદડી, ઝાલી રે
હે.... હું તો લાજ શરમથી શરમાણી રે
વ્હાલમીયાને કહેજો તમે જીત્યા ને હું હારી રે
કુંજ બિહારી પિતાંબરધારી મારો મારગડો રોકે ગિરધારી રે
મધરાતે મણીધરની મોરલીનાં નાદે હું તો
ભરી નીંદરમાંથી, ભરી નીંદરમાંથી, જાગી રે
મોરલીનાં નાદે મારૂ મનડું મોહ્યું
મારી નીંદર, મારી નીંદર, વેરણ થઈ રે
હે.... હું તો જાણી જાણી તોય અજાણી રે
વ્હાલમીયાને કહેજો તમે જીત્યા ને હું હારી રે