Skip to content

તાલીઓનાં તાલે

તાલીઓનાં તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે,
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે ...
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...
તાલીઓનાં તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે,
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે ...
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...
તાલીઓનાં તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે,
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે ...
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...
તાલીઓનાં તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે,
પુનમની રાત ... ઊગી પુનમની રાત ...