કુમકુમ કેરા પગલે¶
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ,
કે માડી ઘણી ખમ્મા..
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ,
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે...
ચાલો સહિયર જઈએ ચાચર ચોકમાં રે લોલ
દિવડો પ્રગટાવી માના ગોખમાં રે લોલ
આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ
સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ
જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ,
કે માડી ઘણી ખમ્મા..
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ,
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે...
ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ
ઘુમી ઘુમી ગરબો સૌએ લેજો રે લોલ
સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ
અસવારી તે માની વાઘે શોભતી રે લોલ
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ
ઘરના આંગણિયામાં આવી મંદિર તું સર્જાવ
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..