મા તારો ગરબો ઝાકમજોળ¶
હે મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
મા તારી ચૂંદડી રાતીચોળ, ઊડે રંગચોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
હે માડી ગરબે ઘૂમે, હે સજી સોળ શણગાર,
માડી તારા ચરણોમાં પાવન પગથાર.
મા તારે ગરબે ફૂલનો હિંડોળ, મોંઘો અણમોલ,
પાવાગઢની પોળમાં રે લોલ..
હે મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
મા તારી ચૂંદડી રાતીચોળ, ઊડે રંગચોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..