Skip to content

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા
જોગણીયું સૌ ડોલે મનમાની મા
ગબ્બરને હીંડોળે
રમવા આવો ને મા, મારી જોડે

તોરણ બાંધ્યા શેરીને પોળે રૂપાળી મા
મસ્તક તારે ખોળે બિરદાળી મા
જનમ જનમને કોલે
રમવા આવો ને મા, મારી જોડે

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા
પહેરી પગમાં પાવડી
તમે આવો ને રમવા માવડી
છે અંતર આશ આવડી
તમે તારો અમારી નાવડી

તુજ ભક્તિ ભરી રસ છોળે બિરદાળી મા
તનમનિયા તરબોળે મતવાલી મા
હૈયું ઝંખી ઝોળે
રમવા આવો ને મા, મારી જોડે

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા