બેડલે પાણી¶
બેડલે પાણી હો બેડલે પાણી મારા મનડાની વાત ક્યાં છુપાણી
મને પૂછો તો કાંઇના જાણું જુઓ રોમ રોમ એને હું માણું મારા હૈયાની કોર છે ભીંજાણી
પેલો ચાંદલિયો ઓઢણીએ ઝીલું કો'ક અણસારે ઓચિંતી ખીલું ઓલી અમરતની ધાર છે સિંચાણી
આજ સૈયર સૌ સાથ ઘૂમ ઘૂમું ભર્યા સપનાંએ રુમઝુમ ઝુમું નવી ફૂટે છે આજ નવી વાણી