હો ગોરી છમ છમ¶
હો ગોરી છમ છમ છમ છમ ઝાંઝર વાગે
ઢમ ઢમ ઢમ ઢમ ઢોલક વાગે હો ગોરી...
ઢોલક વાગે ને ઝાંલર વાગે
ઝાંલરના તાલે ગોરી ગરબે ઘુમે હો ગોરી...
કુમકુમનો ચાંદલો ભાલે ચમકતો
કંકણ રાતા શોભે હો ગોરી...
નવરાત્રીની નવલી રાત્રે
ગોરીઓ ગરબે ઘુમે હો ગોરી...