સામા ડુંગરેથી ઉતર્યો વાધ રે¶
સામા ડુંગરેથી ઉતર્યો વાધ રે, ...હો મારી અંબાજીમા
તારા વાઘને પાછો વાળ રે, ...હો મારી અંબાજીમા
માનાં માથે તે મુગુટ શોભંતો, ...હો મારી અંબાજીમા
એવા મુગુટે રતન જડાવું રે, ...હો મારી અંબાજીમા
માનાં માથે તે ગરબો શોભંતો, ...હો મારી અંબાજીમા
એવા ગરબે દીવડા પ્રગટાવું રે, ...હો મારી અંબાજીમા
માને નાકે તે નથણી શોભંતી, ...હો મારી અંબાજીમા
એવી નથણીએ મોતીડા જડાવું રે, ...હો મારી અંબાજીમા
માનાં હાથમાં ત્રિશુળ શોભંતુ, ...હો મારી અંબાજીમા
એવા ત્રિશુળે સિંદુર લગાવું રે, ...હો મારી અંબાજીમા
માનાં હાથમાં ચૂડલો શોભંતો, ...હો મારી અંબાજીમા
એવા ચૂડલે રત્ન જડાવું રે, ...હો મારી અંબાજીમા