માડી તારા મંદિરીયામાં¶
માડી તારા મંદિરીયામાં ઘંટરવ વાગે
હે ઉંચા ઉંચા ડુંગરીયામાં માડી તું બિરાજે
જગદંબે... બોલો અંબે...
લાલ ચટક ચુંદડી સોહે સાવજે અસવારો
તેજ ભર્યુ મુખડુ જોઇ જાવુ વારે વારે
હે... ચાચર ચોક ઉતર્યા માડી ગરબો ગાવા આજે
જગદંબે... બોલો અંબે...
માડી તારી રૂપ ઘણા નામ તો હજાર છે
જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે
ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે
જગદંબે... બોલો અંબે...