ચપટી ભરી ચોખા¶
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે....
હાલો હાલો પાવાગઢ જઈએ રે... (2)
સામેની પોળથી સુથારી આવે,
બાજોઠની જોડ લઈને રે હાલો....
સામેની પોળથી કસુંબી આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે હાલો...
સામેની પોળથી સોનીડો આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે હાલો....
સામેની પોળથી માળીડો આવે,
ગજરાની જોડ અમે લઈએ રે હાલો....
સામેની પોળથી ઘાંચીડો આવે,
દીવડાની જોડ અમે લઈએ રે હાલો....
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો