Skip to content

આવો તે રમવા રે

નેહ નીસરતી આંખલડી ને અધરે અમૃતધાર</br>
ગરબો લઈ સુર માવડી મારે</br>
કુમકુમ પગલે પધાર... હા...

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને</br>
માડી મારે જોવા છે, તમને રમતા રે</br>
ગરબે ઘૂમતા રે...(૨)

લાલ લાલ ચૂંદડી, માથે છે ઓઢણી</br>
કાનમાં કુંડળ, સોહે છે તિલડી</br>
હે... હું તો ગાઈને ધન્ય ધન્ય થાઉં રે</br>
માડી ચાચરના ચોકમાં રે, ગબ્બરનાં ગોખમાં રે

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને</br>
માડી મારે જોવા છે, તમને રમતા રે</br>
ગરબે ઘૂમતા રે...

ભાલમાં છે ચાંદલો, નાકે છે નથણી</br>
પગમાં છે ઝાંજર, સોહે છે ચૂડલો</br>
હે... હું તો ગાઈને ધન્ય ધન્ય થાઉં રે</br>
માડી ચાચરના ચોકમાં રે, ગબ્બરનાં ગોખમાં રે