કૃષ્ણ ભગવાન ચાલ્યા¶
કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને કઈ
લીધો રે મણિયારા વાળો વેશ
કે હોવે હોવે, લીધો મણિયારા વાળો વેશ
કે હું તો તને વારી જાઉં જી હો મણીયારા
કે હૂતો તને.. વારુ લ્યા જી હો મણિયારા..
હે હે રાધારાણી રે બેઠા મેડીએ ને કાંઈ
જુવે મણિયારા તારી વાટ હો મણિયારો...
હે મણિયારો મણિયારો હું તો
શું રે કરું રે મારો મણિયારો સે નાનેરો બાળ
કે હોવે હોવે, મણિયારો નાનેરો બાળ
કે હું તો તને... વારુ લ્યા જી હો મણિયારા (૨)
દ્વારિકાની શેરીઓમાં ઘુમે રે મણિયારો (૪)
હે ચૂડલા વેચે ઓલો નંદનો દુલારો (૨)
હો ચૂડલા વેચે ઓલો નંદનો દુલારો (૨)
હો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો...