કુકડા તારી બોલી¶
બહુચરમાનાં ડેરા પાછળ કૂકડે કૂક બોલે રે,
ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
ભકતોની તું રક્ષા કરતી, માતા બિરદાળી,
માડી માતા બિરદાળી,
તારા ચરણે આવે તેના પાપો નાખે બાળી
ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
હે કાનમાં કુંડળ શોભે, તારા પગમાં ઝાંઝર બોલે
તારા પગમાં ઝાંઝર બોલે
માડી તારા ચણીયા ચોળી ઘુમે ઝાકમ જોળે
ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
ત્રણે લોકની રાણી, તું તો સર્વ શક્તિશાળી
તું તો સર્વ શક્તિશાળી
નમી નમી પાયે લાગું ભકતોની તું પ્યારી
ઓ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે