Skip to content

હે તારી બાંકી રે

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે...
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
તારી બાંકી રે.....

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તસતસતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
તારી બાંકી રે.....

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું?
તને છેટો રે ભાળીને મને ગમતું રે
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
તારી બાંકી રે.....

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી
હરિયાળો ડુંગરો આવતો રે હાલી
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
તારી બાંકી રે.....

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું!
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
તારી બાંકી રે.....