ઢોલીડા ઢોલ ધીમો¶
ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, નોરતાની રાતનો,
જો જે રંગ જાયના............(2)
ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય ના,
નોરતાની રાતનો જો જે રંગ જાયના .......ઢોલીડા
બજ્યો છે રાસને મચાવે શોર,
થનગનતાં હૈયામાં નાચે છે મોર,
પૂનમની રાતના દર્શન ભૂલાયના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના .......ઢોલીડા
વાઘની સવારી ને હાથ હજારનાં,
મોગરાની માળાને ફૂલડાંનો હાર,
સોળે શણગાર ને દર્શન ભૂલાય ના .......ઢોલીડા
ગરબે રમે છે માડી નર ને નાર,
રૂદિયો ખોલીને કરું છું પોકાર,
ઘાયલ રૂદિયાને રોક્યું રોકાય ના ........ઢોલીડા
ગાવું ગવરાવવું એવી આશમાં,
દાસ દોડીને આવે છે પાસમાં,
દર્શન દઈને મા પાછા જવાય ના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના ......ઢોલીડા