સોનલ ગરબો શિરે¶
સોનલ ગરબો શિરે, અંબે મા,
ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે
લટકે ને મટકે રાસ રમે છે હે...મા (4)
પાંચાળીના તીરે અંબે મા ચાલો ધીરે ધીરે...
સોળે શણગારે મા ની શોભા વધે છે હે...મા (4)
હાર હીરાના હીરે અંબે મા ચાલો ધીરે ધીરે...
સખીઓ સંગાથે કેવાં ઘૂમે છે હે...મા (4)
ફરરરર ફૂદડી ફરે અંબે મા ચાલો ધીરે ધીરે...
અત્તર સુગંધી કેવાં ઊડે છે હે...મા (4)
મહેકે ગુલાબના નીર અંબે મા ચાલો ધીરે ધીરે...
બંસરી વીણા સૂર પૂરે છે હે...મા (4)
મૃદંગ વાગે છે ધીરે ધીરે અંબે મા ચાલો ધીરે ધીરે...