વાદલડી વરસી રે¶
વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં,
સાસરીયામાં મ્હાલવું રે, પિયરીયામાં છુટથી રે.
મારા પગ કેરાં કડલા રે ,વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇ ને વ્હેલો આવજે રે,માંડવીયા મારે ઘેર બેઠા.
મારા હાથ કેરી બંગડી રે, વીરો મારો લેવા હાલ્યો,
વીરા લઇ ને વ્હેલો આવજે રે,માંડવીયા મારે ઘેર બેઠા.
મારી નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇ ને વ્હેલો આવજે રે,માંડવીયા મારે ઘેરે બેઠા.
મારો ડોક કેરો હાર રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇ ને વ્હેલો આવજે રે, માંડવીયા મારે ઘેરે બેઠા.
વાદલડી વરસી રે સરોવર છળી વળ્યાં...