તમે એક વાર મારવાડ¶
તમે એક વાર મારવાડ જાજો રે ઓ મારવાડા તમે મારવાડની મહેંદી લેતા આવજો રે ઓ મારવાડા
તમે ઓલ્લું લાવજો, પેલ્લું લાવજો પાન સોપારી પાનના બીડાં કચકડાની ડાબલી રે
તમે એક વાર સુરત જાજો રે ઓ મારવાડા તમે સુરતની ઘારી લેતા આવજો રે ઓ મારવાડા
તમે ઓલ્લું લાવજો, પેલ્લું લાવજો પાન સોપારી પાનના બીડાં કચકડાની ડાબલી રે
તમે એક વાર પાટણ જાજો રે ઓ મારવાડા તમે પાટણથી પટોળા લેતા આવજો રે ઓ મારવાડા
તમે ઓલ્લું લાવજો, પેલ્લું લાવજો પાન સોપારી પાનના બીડાં કચકડાની ડાબલી રે
તમે એક વાર જામનગર જાજો રે ઓ મારવાડા તમે જામનગરનું લેરિયું લેતા આવજો રે ઓ મારવાડા