Skip to content

આવો તે રમવા રે

નેહ નીસરતી આંખલડી ને અધરે અમૃતધાર
ગરબો લઈ સુર માવડી મારે
કુમકુમ પગલે પધાર... હા...

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને
માડી મારે જોવા છે, તમને રમતા રે
ગરબે ઘૂમતા રે...(૨)

લાલ લાલ ચૂંદડી, માથે છે ઓઢણી
કાનમાં કુંડળ, સોહે છે તિલડી
હે... હું તો ગાઈને ધન્ય ધન્ય થાઉં રે
માડી ચાચરના ચોકમાં રે, ગબ્બરનાં ગોખમાં રે

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને
માડી મારે જોવા છે, તમને રમતા રે
ગરબે ઘૂમતા રે...

ભાલમાં છે ચાંદલો, નાકે છે નથણી
પગમાં છે ઝાંજર, સોહે છે ચૂડલો
હે... હું તો ગાઈને ધન્ય ધન્ય થાઉં રે
માડી ચાચરના ચોકમાં રે, ગબ્બરનાં ગોખમાં રે