તુમસે લગી તાલી¶
તુમસે લગી તાલી મૈયા તુમસે લગી તાલી
અંબા મા ને નોતરૂ દેવા હું તો ચાલી
ચણીયો પહેર્યો, ચોળી પહેરી ભૂલ ગઇ સાડી
અંબા મા એ મુજને બાવરી બનાવી ...તુમસે લગી
બહુચર મા ને નોતરૂ દેવા હું તો ચાલી
ફુલ લીધાં હાર લીધા ભૂલ ગઇ વેણી
બહુચર મા એ મુજને બાવરી બનાવી ...તુમસે લગી
કાળકા મા ને નોતરૂ દેવા હું તો ચાલી
ખીચડીમા ખાંડ નાખી, ખીર કરી ખારી
કાળકા મા એ મુજને બાવરી બનાવી ...તુમસે લગી