તારા વિના વેરણ¶
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ જુવે છે મારી આંખડી ... (૨)
હે કાના... હું તને ચાહું (૨)
કેમ રે નિભાવશું પ્રીત રે ગોપાલા
તું તો જગત નો સ્વામી બ્રિજની હું બાલા
હે કાના... હું તને ચાહું (૨)
જનમોજનમની વ્હાલા હું તારી દામી
હું બ્રજબાલા તુ તો વૈકુંઠવાસી (૨)
હે કાના... હું તને ચાહું (૨)
વાટડી જોતા આંખે વરસે રે મોતી
તુ દિપક ને વ્હાલા હું તારી જ્યોતિ (૨)
હે કાના... હું તને ચાહું (૨)
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ જુવે છે મારી આંખડી ... (૨)
હે કાના... હું તને ચાહું (૨)