રમવા આવોને¶
અંબા તમને મારા સમ, મા તારી કળા નથી કંઈ કમ,
...રમવા આવોને (2)
કીનખાબનો ઘાઘરોને ચોળી પહેરી તંગ
રાતા પીળા ટપકાવાળી ઓઢણી કસુંબલ સંગ
...રમવા આવોને
સેથો પૂર્યો સિંદુરનો ને ટીલડી રાતી રંગ
હીરા જડેલ માની દામણીને નાકે જળુકે રંગ
...રમવા આવોને
સાવરે સોનાની ચુડલી રે પહેરજો બાજુબંધ
કેડે રૂડો કંદોરો પહેરજો પટ્ટો બાંધજો તંગ
...રમવા આવોને
પાવાને ગઢથી કાળીને લાવજો બહુચરને લાવજો સંગ
ખોડીયાર માને સાથે જો લાવશો રહેશે રૂડો રંગ
...રમવા આવોને
લટકાળો કાનજી જોવાને આવશે લાડકડી રાધા સંગ
ગોકુળ ગામની ગોપીઓ આવશે ગરબે જામશે રંગ
...રમવા આવોને
પાયે તો માં ઝાંઝર વાગે નેપુર વાગે છમ
તાળીયો એક તાલમાં વાગે ઘુઘરા વાગે ધમ
...રમવા આવોને
આરાસુરથી અંબા પધાર્યા રાંદલ તુળજા સંગ
સર્વે મળીને છંદ જ ગાયો બાળકનો રાખ્યો રંગ
...રમવા આવોને