પોળ પછવાડે પરબડી¶
પોળ પછવાડે પરબડી ને વચમાં લીમડાનું ઝાડ
હો રાજરાણી ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યા'તા
વગડા વચ્ચે વેલડી ને વચમાં સરોવર પાળ
હો રાજરાણી ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યા'તા
ગામને પાદર ઢોલ ઢોલી
ઢોલ વગાડે પગલો ઢોલી
કાજળ આંજી આંખલડીને
લહેરીયું છે લાલ હો રાજરાણી...
નાકે નથણી પગમાં ઝાંઝર
હૈયે હેમનો હાર
ચાલે ત્યારે ધરતી ધમકે
આંખે રૂપનો ભાર
પગ પર મોટી મોજલડી ને
હંસી ચાલે ચાલ, હો રાજરાણી...