પાટણી પટોળા પહેર્યા¶
પાટણી પટોળા પહેર્યા મારા વાલમા
ચુડલા ચડાવ્યા રાતા ચોળ
હે રુદિયામાં ટહુકે છે મોર
રૂમુ ઝુમુ રે સખી સૈયરોના સાથમાં
ગરબે ઘૂમે રે લોલમ લોલ
હે રુદિયામાં ટહુકે છે મોર
લીલુડા લહેરિયા લ્હેરે મારા વાલમા (2)
ચીતરેલ કળાયેલ મોર
ચામપાનંગે ચૂંદડી ચમકે મારા વાલમા
સુરતની સોનેરી કોર,
હે રુદિયામાં ટહુકે છે મોર
પાટણી પટોળા પહેર્યા
બિકાનેરી બંધાણી બંધાવી મારા વાલમા
પહેરી છો નવી નક્કોર
મઘમઘતો મોરલો મહેકે મારા વાલમા
કોયલ કરે છે કલશોર,
હે રુદિયામાં ટહુકે છે મોર