પધારો સોનલ ગરબો¶
હો સોનલ ગરબો લઇ માડી વિનવુ આજ રે
સોળ સજી શણગાર માડી ગરબે ઘુમવા આજ
પધારો.... સોનલ ગરબો
હો આરા તે સુરથી માડી રમવા પધારો
નવલી તે નવરાત્રી માડી મા ઘુમવા પધારો મા
ચોસઠ જોગણીઓને સંગે ગરબે રમવા આજ પધારો
હો.... પાવા તે ગઢથી માડી રમવા પધારો મા
શારલોટ મંદિરમાં માડી ઘુમવા પધારો મા
ભક્તજનોની સંગે માડી ગરબે ઘુમવા આજ પધારો