નવાનગરની વહુવારુ¶
નવાનગરની વહુવારુ
તારો ઘૂમટો મેલ
વળ વાયુની વચમાં જોને
મિસરી નમણી નાગરવેલ હો
હે હેજી તારો ઘૂમટો મેલ
વાયરે ચઢીને ફુલ રૂમ ઝૂમતા
વનવગડે વેરાતા ફુલડાં
ફુલડે રમતી ફોરમડી
તારું પડ્યું મેલ
સપના વેરી રમતી તારી
નીંદર રાણી આવી રે હો...
હેજી તારો ઘૂમટો મેલ
ફાગણ આયો મારા આંગણે, રંગ લાયો લાયો
ભીંજે ઓઢણી, ને ભીંજે રે કંચબો
ભીંજે રે લહેરીયું ગુલાલ