મોગલ આવે¶
મોગલ આવે... નવરાત રમવા, કેવા કેવા વેશે મા
કેવા કેવા વેશે...
તું સહુને દેખે માતાજી...
તું સહુને દેખે માતાજી, તુજને કોઈ ન ભાળે...
મોગલ આવે... નવરાત રમવા...
રે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે
તારા ઝણણ ઝણણ ઝાંઝર ઝમકે
ખણણ ખણણ કાંબી મા... ખણણ ખણણ કાંબી
તારા હાથે હેમનાં કડાં ઝળુંબે, લટું મોકળી લાંબી
ભાતળીયું ભેળી માતાજી
ભાતળીયું ભેળી મા વાળી લેશે ને કાંઇ દેશે
મોગલ આવે... નવરાત રમવા...
તારા ડગલે ને પગલે કંકુ ઝરતા,
આખો મારગ રાતો મા
ચાંદનીનો ચંદરવો માથે, લીલી કોરની રાતો મા
"દાન" કહે મરછરાળી મોગલ, સદાય સહાય રહેશે
મોગલ આવે... નવરાત રમવા...