મેલી દીયોને ગીરધારી¶
મેલી દીયોને ગીરધારી રે મારગડો મારો..
મેલી દીયોને ગીરધારી..
તારે મારગડે આવતાં ને જાતાં,
ઓલ્યો દાણ માગે કાનુંડો દાણી.
મારગડો મારો..
ખારા સમુદરિયામાં મીઠી એક વીરડી,
એનાં પાણી ભરે છે પનિહારી.
મારગડો મારો..
સાસુ ને સસરા મારા ઘરમાં છે બૂઢા,
ઓલી નણદલ છે રે નઠારી.
મારગડો મારો..
બાઈ મીરાં કહે પ્રભુ ગીરધર નાગર,
તમે જીત્યા ને હું હારી..
મારગડો મારો..