મુને એકલી જાણીને¶
મુને એકલી જાણીને ક્હાને છેડી રે...
પછી કહી દઉં જશોદાના કાનમાં
મારો મારગડો છોડીને હાલતો થા...
પછી કહી દઉં જશોદાના કાનમાં
મેળામાં મળવા હાલી, મારી સરખી સૈયરને
મેળામાં મળી ગયો પેલો રે તોફાની ક્હાન,
મારો છેડલો ન ઝાલ, તને કહી દઉં છું...
પછી કહી દઉં જશોદાના કાનમાં
મુને એકલી જાણીને ક્હાને છેડી રે...
બેડલું લઇને હું તો સરોવર ગઇ'તી
પાછું વળીને જોયું, બેડલું ચોરાઇ ગયું,
મારા બેડલાનો ચોર, મારે કેમ લેવો ખોળી...
દઇ દે બેડલું રે ઓ મારા ક્હાનજી.
મુને એકલી જાણીને ક્હાને છેડી રે...