મારો સોનાનો¶
મારો સોનાનો, ઘડુલો રે
હા પાણીડાં છલકે છે, હા પાણીડાં છલકે છે
હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે
હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
હે ઘૂંઘટની ઓરકોર, હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે, હા પાણીડાં છલકે છે
મારો સોનાનો, ઘડુલો રે
હા પાણીડાં છલકે છે, હા પાણીડાં છલકે છે
હે અંગે અંગરખું વા'લાને બહુ શોભે રાજ
હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ
હે ઘૂંઘટની ઓરકોર, હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે, હા પાણીડાં છલકે છે
મારો સોનાનો, ઘડુલો રે
હા પાણીડાં છલકે છે, હા પાણીડાં છલકે છે
હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ
હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ
હે ઘૂંઘટની ઓરકોર, હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે, હા પાણીડાં છલકે છે
મારો સોનાનો, ઘડુલો રે
હા પાણીડાં છલકે છે, હા પાણીડાં છલકે છે