માતાજીના ઊંચા મંદિર નીચા મોલ¶
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ જરૂખડે દીવા બળે રે લોલ
રાધાગોરી ગરબે રમવા આવો સાહેલી સહુ ટોળે વળી રે લોલ
માતાજીના
આવી રૂડી નવરાત્રીની રાત કે બાળ સહુ રાસે રમે રે લોલ
ચામુંડા માડી ગરબે રમવા આવો કે બાળ તારા વીનવે રે લોલ
માતાજીના
માતાજીને શોભે છે શણગાર સોળ કે પગલે કંકુ ઝરે રે લોલ
રાંદલમા ગરબે રમવા આવો કે મુખડે ફૂલ ઝરે રે લોલ
માતાજીના
માડી તારું રૂપ અનુપમ સોહે કે જોઈ મારી આંખો ઠરે રે લોલ
બહુચર મારી ગરબે રમવા આવો કે મુખડે અમી ઝરે રે લોલ
માતાજીના